પરિણીતાઓ માટે 'શિવલિંગ' શા માટે અસ્પૃશ્ય? - એકતા વેબ સરિતા વેબ સરિતા: પરિણીતાઓ માટે 'શિવલિંગ' શા માટે અસ્પૃશ્ય? - એકતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday 5 August 2014

પરિણીતાઓ માટે 'શિવલિંગ' શા માટે અસ્પૃશ્ય? - એકતા


- ભગવાન વિષ્ણુએ મહાદેવની લિંગપૂજાનું વરદાન આપ્યું ત્યારે ભોલેબાબા તપસ્વી-બ્રહ્મચારી હતા

સૃષ્ટિ નિર્માણ માટે ભગવાન શિવનું નામ સમસ્ત દેવીદેવતાઓમાં આદરણીય છે. જટાધારી ભોલેબાબા દેવાધિદેવ છે તેથી મહાદેવ કહેવાયા છે. શંકર ભગવાનનું એક નામ છે આશુતોષ. આશુતોષ એટલે શીધ્ર સંતોષ આપનારા. ત્રિનેત્ર તેમના ભક્તોની મનોકામના શીધ્ર પૂરી કરે છે, તેમને મનવાંછિત ફળ આપે છે, ચાહે તે  કોઈ દેવતા હોય, રાક્ષસ હોય કે કોઈપણ જાતિપાતિનો માનવી. મહાદેવની શરણમાં જનાર ક્યારેય નિરાશ નથી થતો. શિવશંકરની કૃપા તેની ઉપર વરસે જ છે. આ કારણે મહાદેવ આશુતોષ પણ કહેવાય છે.
કૈલાસનિવાસી મહાદેવે ઈન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા, નારદ અન્ય દેવતાઓ,  ઋષિઓ અને રાક્ષસો સુધૃધાંની સહાયતા કરી છે. તેથી જ રાક્ષસરાજ રાવણ શિવજીનો પરમ ભક્ત હતો. શિવશંકરે તેની ઉપર પણ પોતાની કૃપા વરસાવી હતી. તેવી જ રીતે પૃથ્વી પર જે ભગવાન શંકરનું  સ્મરણ કરે, મહાદેવ પ્રત્યે શ્રધૃધાભક્તિ રાખે, શ્રાવણ માસમાં વ્રત, ઉપવાસ સાથે દેવાિધદેવના દર્શન કરે તેના ઉપર જટાધારી અવશ્ય પ્રસન્ન થાય છે.
આપણે સામાન્ય રીતે બધા દેવીદેવતાના સમગ્ર સ્વરૃપને પૂજીએ છીએ. પરંતુ મહાદેવના લિંગની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓને શિવલીંગને સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવે છે. આ બંને બાબતો બાબતે આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે આવું કેમ? પરંતુ આની પાછળ ચોક્કસ તથ્ય છે. એક પૌૈરાણિક આખ્યાન મુજબ શિવજી તપસ્વી અને બ્રહ્મચારી હતા ત્યારે એક વખત વિષ્ણુ ભગવાનનું મોહિની સ્વરૃપ જોઈને ઉત્તેજિત થઈ ઉઠયા. કામદેવે શંકર ભગવાન પર કબજો જમાવ્યો હોય તેમ ભગવાન કામાગ્નિ  સામે વિવશ થઈ ગયા. તેમની આ સિૃથતિ જોઈને  મોહિની સ્વરૃપ વિષ્ણુ ત્યાંથી ભાગવા લાગ્યા. મહાદેવ તેમની પાછળ પાછળ દોડયા. આ ભાગદોડ અને કામની ઉત્તેજનામાં શિવજીનું સ્ખલન થઈ ગયું. તે વખતે જ મોહિની રૃપમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા.
મહાદેવ ભગવાન વિષ્ણુને જોઈને ચોંકી ઉઠયા. ગભરાયેલા શંકર ભગવાનને વિષ્ણુએ કહ્યું કે મેં તમારી રક્ષા કરવા માટે મોહિની સ્વરૃપ ધારણ કર્યું હતું. તમારી રક્ષા માટે મને આવવું પડયું. ત્યાર પછી વિષ્ણુએ કહ્યું કે હું તમને વરદાન આપું છું કે તમારા સ્ખલનમાંથી બાર જ્યોતિર્લિંગ ઉત્પન્ન થશે અને તમારા લિંગને દુનિયા પૂજશે. આનું કારણ એ છે કે હમણાં તમે તપસ્વી અને બ્રહ્મચારી છો. તમે શારીરિક મૈથુન નથી કર્યું. તમે માત્ર સંભોગ કરવાની ભાવના રાખી હતી.
આ તથ્યની પૂર્તિસ્વરૃપે જ ભગવાન શિવનું માનવ શરીર સ્વરૃપ માત્ર તસવીરોમાં  જોવા મળે છે. જ્યારે શિવાલયોમાં લિંગ પૂજાય છે. લિંગની નીચેના ક્યારી  જેવા ભાગને 'યોેનિ' કહેવાય છે. યોનિ, જે સ્ત્રીની યોનિ જેવી દેખાય છે તે યોનિથી જ સંસારમાં  સ્ત્રી-પુરુષની જોડી બને છે. નર અને નારી,  શિવ અને શક્તિ, રામ અને સીતા, કૃષ્ણ અને રાધા, વિષ્ણુ અને કમલાની જોડી ભારતીય સંસ્કૃતિના જાણીતા યુગલો છે.
શિવલિંગ પર જલાધારી જોવા મળે છે તે પવિત્ર ગંગાનું પ્રતિક છે. તે મહાદેવની જટામાં રહેલી ગંગાને દર્શાવે છે. ગંગાની આ ધારા મહાદેવને પવિત્ર બનાવી રાખે છે.
ઘણાં શિવાલયોમાં સ્ત્રીઓ શિવલીંગનો સ્પર્શ કરે છે સાથે સાથે તેના યોનિના ભાગને પણ ધીમે ધીમે દબાવે છે. તેઓ એમ માને છે કે આ શિવજીના ચરણ છે અને તે દબાવવાથી મહાદેવ પ્રસન્ન થશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી હોય છે. જેમ આપણા શરીરના કોમળ હિસ્સાને કોઈ દબાવે તો આપણને વેદના થાય તેમ શિવલીંગના આ સૃથાનને અત્યંત કોમળ માનવામાં આવે છે. આમ અજાણ્યે જ શિવજીને પીડા પહોેંચાડવી એ પણ એક પ્રકારનો દોષ માનવામાં આવે છે. વિવાહિત મહિલાઓ શિવલીંગને સ્પર્શ ન કરી શકે તેની પાછળનું કારણ એ છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ મહાદેવને વરદાન આપ્યું ત્યારે ભોલેબાબા તપસ્વી હતા, તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. જ્યારે વિવાહિત મહિલાઓ સંભોેગ કરતી હોવાથી બ્રહ્મચર્યમાં 'અપવિત્ર' ગણાય છે. જોે તેઓ દેવાિધદેવની પૂજા-અર્ચના-પ્રાર્થના કરવા ઈચ્છતી હોય તો તેમણે શિવલિંગથી દૂર રહીને, તેને સ્પર્શ્યા વિના જ હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. સાચી આસૃથાથી કરેલી પ્રાર્થના પ્રભુ અવશ્ય સ્વીકારે છે.

- એકતા
[http://gujaratsamachar.com/index.php/articles/display_article/married-woman-for-shivling-untouchable માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-

Comment Using

Comment Policy : We’re enthusiastic to see your comment. However, Please Keep in mind that all comments are moderated manually by our human reviewers according to our comment policy, and all the links are nofollow. Using Keywords in the name field area is forbidden. Let’s enjoy a personal and evocative conversation.

2 comments:

  1. આ બધી બની બનાયેલી વાતો છે. માતા અંજના રોજ શિવલિંગ ની પૂજા કરતા હતા ત્યારે વરદાન માં અમને ત્યાં હનુમાન નો જન્મ થયો. તો આવી તથ્યો વગરની પોસ્ટ ના મુકવા વિનંતી.

    ReplyDelete
  2. આ બધી બની બનાયેલી વાતો છે. માતા અંજના રોજ શિવલિંગ ની પૂજા કરતા હતા ત્યારે વરદાન માં અમને ત્યાં હનુમાન નો જન્મ થયો. તો આવી તથ્યો વગરની પોસ્ટ ના મુકવા વિનંતી.

    ReplyDelete

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.