સેક્સ અંગે પ્રાથમિક જાણકારી … (સેક્સ એજ્યુકેશન -જાણકારી અને માર્ગદર્શન) ભાગ-૧ - ડો.ઝરણા દોશી વેબ સરિતા વેબ સરિતા: સેક્સ અંગે પ્રાથમિક જાણકારી … (સેક્સ એજ્યુકેશન -જાણકારી અને માર્ગદર્શન) ભાગ-૧ - ડો.ઝરણા દોશી
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Monday 21 April 2014

સેક્સ અંગે પ્રાથમિક જાણકારી … (સેક્સ એજ્યુકેશન -જાણકારી અને માર્ગદર્શન) ભાગ-૧ - ડો.ઝરણા દોશી



સેક્સ એજ્યૂકેશન …. તે અંગેની પ્રાથમિક જાણકારી …અને
વિવાહિત જીવન દરમ્યાન કે તે પહેલા ઉભી થયેલ સમસ્યાનું નિવારણ અને ઉપાય … માર્ગદર્શન …
  
મનુષ્યનું જીવન અનેક પ્રકારના પાસાઓને લઈને પૂર્ણ સ્વરૂપે પહોચે છે. જન્મ થી લઈને મૃત્યુ પર્યંત આપણને કુદરત તરફથી મળેલી ભિન્ન ભિન્ન પ્રકારની ભેટ અને આશીર્વાદોને આપણે કઈ રીતે સમજીએ છીએ, કઈ રીતે આપણને મળેલી બક્ષિશો ને સાચવીએ છીએ અને શરીર થી મન, મનથી આત્મા સુધીના આંતરિક વિકાસ થકી સ્વયંનો તેમજ સૃષ્ટી નો સર્વાંગી વિકાસ થવામાં એકરૂપ થઈએ છીએ તે અતિ મહત્વનું છે. સેક્સ એક કુદરતી પ્રક્રિયા છે. કુદરતની રચેલી સૃષ્ટીમાં જીવવા માટેની તમામ જરૂરિયાતોમાં મહત્વનો પાયો છે. જેમ આપણી શારીરિક જરૂરિયાત અન્ન, પાણી, હવા છે તેમ શરીર સાથે જોડાયેલું આપણું મન અને મન સાથે જોડાયેલો આપણો આત્મા, આ દરેક ની સીધી અને સાદી જરૂરિયાતોમાં એક પ્રાથમિક જરૂરિયાત સેક્સ છે.

સેક્સ (મૈથુન) વિષે સ્ત્રી – પુરુષના જાતિય સંબંધ અને સેક્સ બાબતે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ જેથી આ બાબતે આપણા બાળકોને લગ્ન બાદ અને પુખ્ત અવસ્થામાં આવેલ તમામ સ્ત્રી પુરુષોને સાચું માર્ગદર્શન મળી રહે. જેમ આપણા શરીરમાં માથા થી લઈને પગ સુધીમાં જુદા જુદા અંગો છે અને દરેક અંગનું એક આગવું કાર્ય છે અને દરેક અંગ એકબીજા સાથે જોડાયેલું છે. એજ પ્રમાણે સેક્સક્રિયા દરમ્યાન આવો આપણે સ્ત્રી અને પુરુષ ના ઉપયોગમાં આવતા મહત્વના અંગો વિષે જાણકારી મેળવીએ.

સૃષ્ટિના સમતોલ અને સમાંતર રૂપ ને ધ્યાનમાં રાખીને કુદરતી રીતે જ બે જુદા જુદા એવા જીવોનો ઉદભવ થયો છે જેમાં એક જીવ સ્ત્રી શરીર છે અને એક જીવ પુરુષ શરીર છે. સ્ત્રી શરીર ની રચના એવી છે કે તેઓને યુવા અવસ્થા દરમ્યાન કોમળતા રૂપી સ્તન અને પ્રજનન અંગોમાં યોની આપવામાં આવેલ છે જે પુરુષ શરીરથી જુદા પડતા દેખાતા અંગો છે. પુરુષ શરીરને યુવા અવસ્થામાં મજબુતાઈ અને પ્રજનન અંગોમાં શિશ્ન આપવામાં આવેલ છે. બંને શરીરોના મિલન થકી તેમજ સર્જનાત્મકતાની પદ્ધતિ થકી સંભોગ દ્વારા સ્ત્રી શરીર અને પુરુષ શરીર આપસમાં પોતપોતાની સંપૂર્ણ મરજી થકી યુવા અવસ્થા બાદ એકબીજા સાથે સહવાસ કરીને પ્રજનન અંગોના મિલન થકી અનેરો આનંદ માણતા હોય છે. આ મિલન થકી બાળકોનો જન્મ પણ થાય છે, મિલન થકી યુગલ આપસમાં એકબીજાની વધુ નજીક આવી શકે છે, એકબીજાના સથવારા થકી અને સમજણ શક્તિના વિકાસ થકી સંસારરૂપી રથને ઉતમ રીતે ચલાવી જાણે છે.

મિત્રો, હવે આવો આપણે લગ્નજીવન ની પહેલા અને પછી આવતી સમસ્યાઓને જાણીએ, સમજીએ અને એના નિવારણ ના ઉપાયોને અમલમાં કઈ રીતે મુકવા તે પણ જોઈએ.

સ્ત્રી અથવા પુરુષ ની મુગ્ધા અવસ્થા થી જ શરીર અને મનમાં પરિવર્તન આવવા લાગે છે, આ દરમ્યાન બંનેને મનમાં વિચારો અને કલ્પનામાં અનોખા પ્રકારના ક્યારેય ન અનુભવેલા સ્પંદનો ઉદભવે છે. આ સમય એવો છે જ્યાં અનુભવીઓ અને વડીલોના માર્ગદર્શનના સાથ થકી જે સ્પષ્ટતા મળી રહે તો સમસ્યાને કોઈ સ્થાન ન રહે.

લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ …

1. આપસમાં સ્વભાવનો મેળ ના ખાવો.
2. સંતાન ન થવા.
3. પરસ્પર પ્રેમ ના થવો.
4. સ્ત્રી અથવા ક્યારેક પુરુષની કામેચ્છાનો જલ્દી અસ્ત સમય આવવો.
5. પોતાના ભૂતકાળના દિવસોની યાદમાં સતત ખોવાયેલા રહેવું.
6. એકબીજા પ્રત્યે લેવડદેવડ જેવો સંબંધ જ બાકી રહેવો.
7. કોઈ એક પાત્રની સતત અને ગંભીર માંદગી રહેવી.
8. ઘરમાં સયુંકત પરિવારમાં સ્વભાવ મેચ ન થવા અને તણખલા ઝર્યા કરવા.
9. મોટી આર્થીક મુશ્કેલી આવી જવી.
10. કોઈ પણ એક પાત્રને પ્રજનન અંગો બાબતે અંગત સમસ્યા રહેવી.

આવો અનેક યુવાઓ અને યુગલોની અમુક સમસ્યાઓના કારણોને ધ્યાનમાં લઈએ….

1. સમય, સમજણ અને સહનશક્તિનો અભાવ રહેવો.
2. પોતાના જ શરીર સાથે અડપલા અને પછી અણસમજને કારણે કરેલું અયોગ્ય પદ્ધતિ થકી કરેલું હસ્તમૈથુન.
3. વિરોધી શરીર પ્રત્યે કાયમની કુતુહલતા અને એને લઈને સતત વૈચારિક મતભેદ.
4. કોઈ એક પત્રને વધુ પડતી કામેચ્છાની ભાવના થવી તથા અસંતોષની કાયમ મનોવ્યથા રહેવી.
5. સેક્સ પ્રત્યે બાળપણથી જ સુગ રાખવાના સંસ્કાર પડી જવા.
6. નાનપણમાં કોઈ દુર્ઘટનને કારણે સેક્સ પ્રત્યે અરુચિ થઇ જવી.
7. સેક્સની ક્રિયામાં ઉતરવા માટે પહેલેથી જ નિષ્ફળતાનો ભય સતાવવો.
8. લગ્નજીવન ના આરંભ થવા પહેલા જ અન્ય પસંદની વ્યક્તિ સાથે છુટછાટ લઇ લેવી.
9. નશીલા દ્રવ્યો જેમ કે તમ્બાકુ, ગુટકા, માવા, દારૂ, ડ્રગ્સ, સિગારેટના વ્યસન મા વ્યસ્ત રહેવું.
10. પરિવાર મા કોઈને સેક્સ ના અંગો બાબતે ગંભીર બીમારી થવી.
11. કમને માતાપિતાની પસંદગીના પાત્ર સાથે લગ્નજીવન નો આરંભ કરવો.
12. દિવસ રાત પોતપોતાની પ્રવૃતિમાં રચ્યા પચ્યા રહેવું.

આવો હવે આ બાબતે આપણે નિવારણ, ઉપાય અને માર્ગદર્શન મેળવીએ …

આજના યુગના બાળકો બહુ જલ્દી મુગ્ધા અવસ્થામાં અને પછી પુખ્તવયના થઇ જતા હોય છે. જો બાળકોને સમયસર સેક્સ પ્રત્યેની સાચી સમજણવાળું જ્ઞાન આપીએ છીએ તો તેઓના આવેગને અને આવેગ થકી થઇ શકતા અનાચરણ સુધી પહોચવાના રસ્તાઓ પર બંધ બાંધવો સહેલો થઇ રહે છે.


આવો આપણે આ સમસ્યાના નિવારણના અમુક મુદ્દાઓ ધ્યાનમાં લઈએ. …

1. પતિપત્નીની પરસ્પર આદર અને સમ્માનની ભાવના.
2. પરિવારના બધાજ સભ્યો માટે એકબીજાના હ્રદય મા એક આગવું ભાવનાત્મક સ્થાન.
3. એકતા ની ભાવના નો વિકાસ.
4. દરેક અવસ્થામાં જરૂરી એવા સંસ્કારોનું સિંચન.
5. બાળકોની તમામ દૈનિક પ્રવૃત્તિ ઉપર બારીક અને સૌમ્ય નિરીક્ષણ.
6. આધુનિકતા ને અપનાવતા પહેલા સંયમરૂપી નિયમોની સર્વસંમતિ થકી યાદી.
7. એકબીજાની પોતાના જીવનમાં રહેલી મહતાનું આગવું મૂલ્યાંકન અને જાગૃતિ.
8. જીવનની રોજેરોજની પોતાની પ્રવૃત્તિ થકી સાથે રહેનાર બાળકો અને યુવા બાળકો પર પડતા સંસ્કારો પ્રત્યે સતર્કતા અને સૌમ્ય આચરણ.
9. બાળકોના માનસિક અને આધ્યાત્મિક વિકાસ પ્રત્યે હકારત્મક વલણ અને તેનું અનુસરણ.
10. પતિપત્ની ના આપસી સંબંધોમાં રખાતી જરૂરી ગોપનીયતા.

ડો.ઝરણા દોશી …

[‘દાદીમા ની પોટલી’  http://das.desais.net માંથી સાભાર]

સેક્સ – જાતીયતા અંગેની પ્રાથમિક જાણકારી અને તેમાં ઉદભવતી સમસ્યાના નિવારણ અંગેની પ્રાથમિક માહિતી સાથે માર્ગદર્શન ડૉ. ઝરણાબેન દ્વારા આજની પોસ્ટમાં આપવાની નમ્ર કોશિશ અનેક મર્યાદાઓ ને ધ્યાનમાં રાખી કરવામાં અહીં આવેલ છે, આશા રાખીએ છીએ કે ડો.ઝરણાબેન નો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવ્યો હશે ? આપની કોઈ અંગત સમસ્યા હોય તો પણ ડો.ઝરણાબેન ને ndr.zarana@gmail.com અથવા ‘દાદીમાં ની પોટલી’ નાં ઈ મેઈલ આઈડી. dadimanipotli”gmail.com પર જણાવવા વિનંતી. આપની સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન ડૉ.ઝરણાબેન દ્વારા ડાયરેક્ટ મોકલી આપવામાં આવશે અને આપની માહિતીની અંગતતા ની ખાસ કાળજી લેવામાં આવશે.


Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.